સગવડતા અને આવડત: જીવનનું અદૃશ્ય સંઘર્ષ || if life was easy

0

અમારા મોટાભાઈ પૂછે છે કે જો જીવન સહેલું હોત..!!


જીવન સહેલું કરવા મથતા દિલાવરસિંહ..!


તે દિલાવરસિંહ બાપુ નો જવાબ.. :


મોટાભાઈ, જીવન સહેલું જ છે પણ આપણી પોતાની ઈચ્છાઓ એને અઘરું બનાવે છે. બાકી જીવન નિર્વાહ માટે તો પાણી, ખોરાક અને વાયુ પૃથ્વીએ ઉપલબ્ધ કરાવેલ જ છે ને. આતો અઘરું ક્યારે થાય જ્યારે કુવાના પાણી ને બદલે RO ફિલ્ટર વોટર પીવું હોય, રોટલી શાક ને બદલે જીભની ઈચ્છાઓ અનુસાર સ્વાદપુરતી કરાવવી હોય, નાક કેમ રહી જાય, મોંઘાદાટ પરફ્યુમ્સ/અત્તર નો શોખ કરવો હોય.. આ બધો નિર્વાહ કરવા કમાવું પડે, કમાવા માટે હુન્નર જોઈએ, હુન્નર માટે શિક્ષણ જોઈએ, અને શિક્ષણ માટે સરકારીને બદલે અદ્યતન શાળાઓ જ્યાં શિક્ષણ નો ભરપૂર વ્યવસાય થતો હોય ત્યાં દાખલો જોઈએ, શાળા એ જવા સાઈકલને બદલે સ્પોર્ટી મોટરસાઇકલ જોઈએ.. વળી પેટ્રોલે અને રાંધણગેસે તો રેસ લગાવી છે એટલે એમને પહોંચી વળવા ખિસ્સા ને અધિકતમ ભાર તો વેઠવો રહ્યો ને..

સગવડતા ને કારણે આવડત અટકી જાય છે..

ટૂંકમાં મોટા, જો જીવન સહેલું હોય, બધીય સગવડતા થી ભરેલું હોય તો ય એક મોટી કઠણાઈ આવી ને ઉભી રહી જાય.. સગવડતા ને કારણે આવડત અટકી જાય છે. કેલ્ક્યુલેટર આવ્યું એટલે મોઢે જે ગણતરી કરતા એ ભુલાઈ ગયી..! ફોન આવ્યા એટલે ચીટ્ઠીયું ગયી.. ચીટ્ઠીયું એટલે લખવાની આવડત..! સારા અક્ષરો ની જરૂર ન રહી..!

જીવન સહેલું કરવા માં મોટો રોલ સગવડતાઓ નો છે. અને સગવડતા આવડત ની વેરી થઇ ને ઉભી રહે છે..! 

આપણી આવડત છે મોટાભાઈ વાત નું વતેસર કરવાની.




#જીવનસહેલું #સગવડતા #મોટાભાઈ #GujaratiThoughts #LifeIsSimple #LifeReflection #Motivation  #LifeSkills #RealTalk #સાદગી #LifeLessons #OneSidedLove #DilawarsinhDiary

Post a Comment

0Comments
Post a Comment (0)