"સમયની લયમાં: જીવન, સંસ્કૃતિ અને પરિવર્તન"

0

વળી અમારા મોટાભાઈને શુ સૂઝ્યું તે કે' સમય સમયની વાત છે,



હવે જુઓ દિલાવરસિંહનો જવાબ :- 

બિલકુલ મોટાભાઈ, સમય સમય ની જ વાત છે,


ગોળ હોય ન્યાં(ત્યાં) માખીયું તો આવે કેમ કે એનો સમય છે,  સમય ગયો, ગોળ ગયો તો માખીયું થોડી આવે? ઓલ્યા ફિલમું વાળાવ કેય છે નેં કે હર કુત્તે કા દિન આતા હૈ, પણ ઇ હાવ ખોટીના સે હો.. દિન તો રોજ આવે ને જાય, પણ આપણા માં ત્રેવડ હોવી જોઈએ ઇ દિન ને આપણી પ્રમાણે કરવાની બાકી સમય તો જાય અને જાય જ.. ! કાલ હુધી તમેય છુટ્ટીયું મારતા તા, હવે કેવા એક દી માં બબ્બે વાર દર્શન દ્યો છો.. એનેજ કહેવાય ને સમય સમય ની વાત છે, ચારેક સિંહ જતા હોય તો વીસેક કૂતરા કાઈ તોડી નો લ્યે, પણ સિંહ એકલો હોય ને વીસેક કૂતરા સામટા આવી જાય તો એક વાર તો સિંહનેય ભીંહ પાડી દે હો..!! સમય સમય ની વાત છે ને..!! ઓલું જૂનું ને જાણીતું છે ને મોટા, કે માંભારતનો(મહાભારત) અરજણ (અર્જુન) જાદવાથળી (યાદવાસ્થળી) પછે હાથણીપર(હસ્તિનાપુર) જાતો તો તયેં ઓલ્યા કાબા આડા ઉતર્યા તે અરજણ નેંય લૂંટાવું પડ્યું 'તું ને.. સમય સમય ની વાત છે મોટા..!!
વાતનું વતેસર..!!

એંશી ને પાર પુગવા આવ્યો..

ટૂંકમાં મોટા, સમય સમય ની સાથે બધુંય બદલતું રહે છે.. ભલે પછી જીવન જ હોય, કે જીવવાની રીત..! સમય સમય પર રૂપિયાની કિંમત પર કેટલી બદલી ગયી છે? એંશી ને પાર પુગવા આવ્યો.. મોબાઈલ થી માંડી ને એની અંદર ના એપ્લિકેશન કેટલા બદલી ગયા? કોક દી ઓરકુટ નો જમાનો હતો, ફેસબૂક નો જમાનો હતો, હવે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ ની બોલબાલા છે.. ઓલું ટિક્ટોક તો આવ્યું ને ભમભમાટ વહ્યું પણ ગયું.. કાંઈ વાર લાગી?

જુના ઝાડવા વંટોળ ખમે, પણ વાવાઝોડા સામે થોડા બાથ ભીડે? શું કહેવું તમારું? 

#સમયસમયનીવાત #જીવનબદલે #GujaratiThoughts  #LifeReflection  #DilawarsinhDiary  

Post a Comment

0Comments
Post a Comment (0)