સમજણ – એક ઝીણું બાકોરું ઝીણી ગફતગૂમાં
મોટભાઈ કે':- સમજણ એટલે?
મનમોજી :-
બુદ્ધિ અને સમજણ – ફર્ક કેટલો? બંધન કેટલાં!
મોટા મને જાજી ગતાગમ તો નો પડે પણ સમજણ છે ને ઇ અંધારીયા કોઠાર માં ઝીણું એવું એકાદ બાકોરું હોય ને એવી છે.. જે ડગલેને પગલે એક રાહચીંધતા સાઇનબોર્ડ નું કામ કરે. ધાર્ય કે ભૂરાયું કુયતરું હામુ આવી જાય તો ઈને પુચકારવું કે પછી ન્યાથી ભાગવું ઇ સમજણ શીખવાડે હો મોટા..!
વાદોનું ઉગમ – સમજણના કેલંડરમાંથી
આપણે ન્યા ઓઠું છે ને "બારે બુદ્ધિ, સોળે સાન ને વીશે વાન" એકલી બુદ્ધિ થી કાંઈ નો થાય એમાં સાન/સમજણ ભળે ત્યારે માણહ - માણહ થયો કહેવાય નકર સામાજિક પ્રાણી તો છે જ..! બુદ્ધિ જ માણહ ને પ્રાણીઓ થી નોખી કરે છે ને.. બુદ્ધિ આવ્યા પછી જાત-જાત ના ને ભાત્ય ભાત્ય ના "વાદ" ઉભા થિયા ને..! "વાદ ના પાછા તયણ પ્રકાર - શુષ્કવાદ, વિવાદ, ને ધર્મવાદ." પછી નોખા નોખા ઘણાય થયા હો..
અદ્વૈતવાદ, વિકાસવાદ, માર્ક્સવાદ, નાઝીવાદ, જાતિવાદ, અધૂરામાં પૂરો આતંકવાદ.. આ હંધાય સમજણ માંથી ને જ ઉત્પન્ન થિયા ને.. સમજણ જ નો હોત વાંદરિયો માણહ જ હોત તો એય ને ઝાડવે ચડીને કેળાં ની લુમ્યુ નો ઉલારતા હોત. - મજાક મજાક મોટા..!
વાંદરા ના હાથમાં તલવાર કે સમજણ વિનાનું માનવ?
પણ સમજણ જીવનમાં જરૂરી છે નકા હંધુય અવળું જ થાત..!! સમજણ નો હોત તો કેવું થાત ? વાંદરા ના હાથ માં તલવાર દ્યો એવું. અથવા આતંકવાદીઓ ના હાથમાં પરમાણુ દ્યો એવું..!!
પણ સમજણ સમજણ છે હો, અમારે રુગો કાયમ કે,"આપણે તો કે'વી જ છવી, સમજણ હોવી જ જોઈએ, આદમી બેરો ને બૈરું મૂંગુ હોય એના જેવી જોડી આ પ્રથમી માં દુરલભ હો.." લ્યો આનેય સમજણ કહેવાય મોટા..!
સમજણ – જીવનની ચાવી કે ટૂંકી લાકડી?
તમેં પોતાની ભૂલ છતી નો થાય, હંધાય જાણી નો જાય ઇ હાટુ કમેન્ટ લબ દઈને ડીલીટ મારી દ્યો ઈય સમજણ જ છે ને…
એ હેંડો ભૈ આટલી હમજણ ઘણી થઈ જઈ.. માઇનસ એકસોને બાવી અક્ષરો જતા રયા..
***
#સમજણ #GujaratiThoughts #મનમોજી #DilawarsinhWrites #તત્વચિંતન #GujaratiSatire #LifeWithWisdom #બુદ્ધિઅનેસમજણ