મનમોજી સાદની સવાર: યાદગાર અવાજોની વાર્તા
ને મનમોજીના સાદ વાંચો..
તળાવની પાળેથી શિવસ્થાન સુધી વહેલી સવારના ભજનો
ભાઈ મોટા, અમારે આંય તો પરભાતના પોરમાં તળાવની પાળે શિવનું થાનક છે, ન્યાના પૂજારી બાવા દીવા આરતી કરીને નારાયણ સ્વામીના ભજનો ની કેસેટ ચડાવે, ને અટાણે સવાર સવાર માં ઉગમણો વા હોય તે વા હારે ઇ મીઠો સુર તણાઈને, ધાબે હું સૂતો હોય ન્યા કાનમાં મીઠા શેરડા હાર્યે જગાડે હો..!! ને મોટા, ફળીયા માં ને શેરી માં બે-ચાર પીળી ને ગુલાબી કરેણ, દાડમડી, એવા વાવેલ છોડ અટાણે પંખીડાવને આશરો દે ઈવા મોટા થઈ પડ્યા છે તે એમાં બે-તયણ કાબર ક્યાંકથી ઉડીન આયવી છે ઈય એની કાબરી માં સવાર સવાર માં હું જાયેગા પછી કાંક સાદ દીધા કરે હો, થોડેક નજીક માં જ અવાવરું જગા છે, તે ન્યાથી રોજ એક ટીટોડી પૂરેપૂરું બળ કરી ને ટેં ટેં કરતીક માથેથી ઉડીને જાય..!
ભંગાર વાળાની ઠગ વિદ્યા અને ભૂંગળો ભરેલું ગળું
ઇ જાય પછી, વાંહલી શેરીમાંથી એક સાદ સંભળાય આ વર્ણવવો જરૂરી નથી, પણ બાયુંને આ સાદ ચોથી શેરીમાં થાતો હોયને તોય સંભળાઈ જાય હો, એ હોય શાક-બકાલા વાળો અથવા વાળી..!! ઇ સાદ નો મોભો સૌથી અલગ હોય હો..! જેવી ઇ લારી કે છકડો કે એવું કોઈ પણ જુગાડું વાહન આવે એટલે બાયું નો પરબારો એકહારે હલ્લો બોલે..!! લારીની ફરતે ઘેરો વળી જાય હો, એકાદ ટમેટું મોઢામાં મૂકીને કે' "એલી ખાટા છે, દહ ના કિલો દે તો બે'ક કિલો લઈ લઉ"… એમ કહીને વળી એકાદ ટીંડોળુ મોઢા મૂકી દે. આનો શું ભાવ છે, એમ કહીને કાકળી તોડીને થોડીક ચાખે ને છેલ્લે પાંચ ના પા બટેકા લેશે ને એમાંય ભેળો મીઠો લીમડો, ધાણા ને થોડાક મરચા તો મફત માં લેવાના જ. આવા સાદ નો દેકીરો શેરીમા પૂરો થાય, પછી એકાદ કટલેરી વાળો, પછી એકાદ ફુગ્ગાને ફુગ્ગાની કાકળી ને એવા નાના રમકડાં વાળો, પછી હજી એકાદ લારી નો સાદ સંભળાય..!!
પાણીપુરીથી લઈ આઈસ્ક્રીમ સુધી: લારીવાળાના સાદની સાંજ
મોટા સાંજ સુધી આવા કેટકેટલાય સાદ સાંભળતા રહ્યા પછી અંતઃકરણનો સાદ તો બાકી જ રે હો..!!
#મનમોજીસાદ #ગામનીશેરી #GujaratiBlog #શબ્દોનીમીઠાસ #SoundsofVillage #દિલનીડાયરી
#DilawarsinhWrites