"જીવવાની કળા: ટાઢી તેરસથી જીવનના તપાવેલા તર્ક સુધી"

0

"જીવવાની કળા" – મોટાભાઈનો મૌન મર્મ


પાછા એક દિ મોટાભાઈ પ્રગટ થઈ ને કહે, "જીવવાની કળા.."

જીવવાની કળા..!!

મોટા, આમતો ચોસઠ કલાઓ છે, પણ પાયો તો જીવવાની જ કલા હો..!! આમતો બધા એમ કહેતા હોય છે કે કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે… મહદઅંશે સાચુ પણ છે, છતાં કદાચ આયુષ્ય લાંબુ હોય ને પાછલા જીવનમાં કોઈ પ્રયત્ને નામ અમર કરી જાય તો ય નવાઈ શેની?


ટાઢી તેરસ અને તળેલી પુરીનું તત્વજ્ઞાન

જીવવા માટે પહેલી જરૂર પોષણ છે, આ એટલે યાદ આવ્યું કે આજ 'ટાઢી તેરસ' છે ને એટલે સવારના પોર માં કાલની તળેલી કરકરી પુરીયું, ઢેબરાં, ને એવું બધું તેલવાળું દાબેડવું પડ્યું, ને ભૂખ્યું રહ્યાની બળતરા ની આડઅસર રૂપે કીધું હો..!! નામ ટાઢી તેરસ છે પણ હકીકતે આજના કાળે એનું નામ મોંઘી તેરસ હોવી જોઈએ હો.. કેમકે સિંગતેલનો ડબ્બો તયણ હજારે પુગ્યો છે..!!

આપણી ગાડી ક્યાં કોઈ દિ સીધી હાલી છે તે આજ હાલે.. પાટો જીવવાની કળા હતો..!!

મોટભાઈ, જીવનમાં એકાદ કળા આવી જાય તો મૂલ્ય વધે, કારીગર થાવું પડે..! થોડુંક હજી ભદ્ર કહું તો નિષ્ણાત..!! દૂધ થી દહીં મોંઘુ, દહીંથી માખણ ને ઘી એમ .. પણ આખી ભેંસ તો એનીથીનેય મોંઘી હો..!! {લોજિક કે તુલના(કંપેરિઝન) અઘરું છે ને? મનેય એવું જ લાગે છે.}


જીવન સહેલું છે? કે સહેલું બનાવવું પડે છે?

મોટા, સહેલું શું છે? જીવન પણ કોને સહેલું છે? હવે કોઈ કહે કે જીવનની મુસીબતો પણ આપણાં જ કર્મયોગે ઉભી થઈ છે તો શું નિષ્ક્રિય થઈ ને બેસી રહેવાથી જીવન સહેલું વ્યતિત થઈ જશે? જે આવ્યું એવું ગયું કર્યા થી ય જીવન પસાર થઈ જશે? ખાલી જીવવું જ હોય તો ઉદ્દેશની, કર્મની, વ્યવહારની, ભાવની, ભોગની, કે ભોગ્યની પણ શું જરૂર છે? ઢોરેય જીવે જ છે ને..!!


નવરાશનું દિમાગ – કે વાસ્તવિકતા પાસેથી અવકાશ?

આમતો જીવવાની કળા-બળા કાંઈ છે જ નહીં, જે છે ઇ આપણું દિમાગ છે ને મારા જેવાની નવરાશ તે બેઠા બેઠા આવું ઘડ્યા કરે..!! બાકી જેની પાંહે નવરાશ નથી, એને કળાની જરૂરેય નથી, કેમકે એનું નિરીક્ષણ આપણા જેવા કરતા હોય કે ફલાણો બહુ જબરું જીવ્યો હો..!!


#JivvaniKala #GujaratiBlog #Dilaayari #DilawarsinhWrites #TatvChintan #GujaratiLifestyle #GujaratiVichar #GujaratiWriter #JeevanNaRang #GujaratiFestivalBlog #GujaratiSatire #GujaratiEmotion


Post a Comment

0Comments
Post a Comment (0)