"ડરનો ડખો: જ્યાં ડર જીવતો છે ત્યાં જ સમજદારી જન્મે છે"

0

એક દિ મોટાભાઈ કહે, "ડરથી ભાગો નહિ..!"





પણ મનમોજી એ તો ડર નો ડખો કર્યો.

મોટા આજે ચોખ્ખું ને ચટ લખું હો.
તો ભાઈશ્રી મોટા જીવનમાં ડર પણ જરૂરી છે ને ભાગવું પણ..અને ડરીને ભાગવું પણ..!!

ડર એ ભય નથી, સમજદારી છે

મોટા ફ્લાયઓવર પર ચડતા ઢાળે આપણી આગળ ખટારો હોય, ને ધારો કે એમાં ખરાબી આવે ત્યારે આગળ ને બદલે પાછળ સરકે, અને કર્મયોગે આપણે જ એની પાછળ હોય તો શું ભાગવાને બદલે એની સામું જશું? હવે તમે કહેશો કે ત્યાંથી ખસવું એ સમજદારી કહેવાય તો મોટા સમજદારી પણ ડર ની જ ઉપજ છે..!


ડરનો સામનો કે ડરની કદર?

ધારો કે આખી દુનિયા નીડર થઈ જાય તો…? વિશ્વયુદ્ધ ? કે સમગ્ર મનુષ્યજાતિ નો વિનાશ? મોટા ડર ને જ કારણે કેટલાય પ્રસંગો/આપત્તિઓ અટકેલી પડી છે. જો ડર ન હોય તો આજ રશિયા-યુક્રેન વચ્ચે  આટલા દિવસો સુધી મામલો મચેલો રહ્યો નહોત. રશિયાને પોતાની સીમા સુરક્ષાનો ડર છે અને યુક્રેનને સ્વયં રશિયાનો..!!


આબરૂનો ડર – સર્વશ્રેષ્ઠ સંયમ

સારામાં સારો ડર ક્યો મોટભાઈ ? આબરૂ..!! આબરૂ જવાની બીકે ઘણા વ્યક્તિઓ કાળા કામો કરતા અટકેલા પડયા છે. ડર હોવો એટલે ડરપોક થવું નથી.

હા, પ્રત્યેક બાબતોમાં ડરવું કે વેવલાઈ વર્જ્ય છે, નકામા ડરોનો તો સામનો કરવો જ જોઈએ.. પણ છતાં મોટા ડર જરૂરી છે. સાહિત્યોમાં વર્ણિત નવ રસ માંહેનો એક રસ ભયાનક છે જેનો સ્થાયી ભાવ ભય છે.

ડર કોનામાં ન હોય? ડર નો સામનો કરી શકવાની ક્ષમતા હોય તો ડરનું અસ્તિત્વ જ શા માટે છે? ડર ક્યાં નથી? શું એ માત્ર ભાવ પૂરતો સીમિત છે કે ક્રિયા?

રામજાણે પણ આજ આવું જ ઉકલ્યું મોટા, બાકી તમે ઉકેલો બેઠા બેઠા..!!


ડર ને જો દુશ્મન માનશો તો તમે ગુમાવશો – પણ તેને ગુરુ સ્વીકારો તો કદમ રોકાશે નહિ...!


#GujaratiBlog #DarNoDhako #DilawarsinhWrites #Dilaayari #GujaratiThoughts #FearWisdom #GujaratiSahitya #DarNeSamjo #ManushyaniBhavna #BhayanakRas #GujaratiWriter


Post a Comment

0Comments
Post a Comment (0)