ભૂખ નો માગે રોટલો,
ઊંઘ ન માગે ઓટલો,
ઓટલો : ગામડાની ગતિ અને ગફતગૂ
ઓટલા - ધારે ઇ કરે હો, ઓટલે બેઠા બેઠા જે ડાયરો જામે એવો તો ક્યાંય નહીં હો, જણ નો ઓટલો ચોરો હોય, પણ ઘર આંગણે બાયું ના ઓટા હોય હો..!! ન્યા આડોશપાડોશની છ-સાત બાયું આવી ને બેહે ને પછી અલકમલકની માંડે હો, "હે બેન, ઓલી સો દાડા સાસુના એમાં બચારી પુંજા નું હવે હું થાહે હેં?".. "આ ફેરે તો કોમલિકા ભંગાવી ને જ રેહે હો".. "ઓલ્યા પુંજી ડોશી ને તો વોવ(વહુ/પુત્રવધુ) મળી..વોવ મળી પદમણી જોઈ લ્યો હો".. "ઈતો લખમી જોઈ લ્યો હો".."પણ ઓલ્યા રગીડોશી ને તો હીડીમ્બા આયવી હો, કોઈ નું માનતી નથી, કાલ ડોશી હાર્યે તું-તડાકા કરતી'તી હો.." .. "ઇ તો બોન જાવા દ્યો પણ આ બકાલુ તો જો દાડે-દીયે આભવા આંબી જાવાનું".. "હા હો, હવે તો મુઓ ધાણા-લીમડોય નથ દેતો"..
ચરિત્ર નિર્માણ કે ચરિત્ર હનન? ઓટલાની બે ધાર
બાયું તો બાયું ભાભલાવેય ચોરા ને ઓટે બેઠા બેઠા ઠેઠ અમેરિકા સુધી વયા ગયા હોય હો.. "આ ટરંપ ગધનો ચીનાવ ની વાંહે જ પડી ગયો તો હો પણ બાઇડીનો આયવો છે તે ઇ હારો નબળો છે હો..".. "આપણા સાહેબ ઇ બાઇડીના ને સીધો-દોર કરી નાખવાના".. "પણ મોટા, પેટ્રોલ તો મોંઘુ થાતું જાય ઇ".. "તે થાવા દે ને સાહેબ ને કોરોના નો ખર્ચો ક્યાંક તો વસુલ કરવો ને" .. "ઇતો જીને ગાડીયું હાંકવી હોય ઈને નડે, બસ માં વ્યા જાવ ભાડું નથી વયધુ"
ઓટલા ધારે ઇ કરે હો, ચરિત્ર નિર્માણ થી માંડી ને ચરિત્ર હનન પણ ઇ ઓટલે થાય..
આટલું ઘણું તયેં હાલો રામ રામ..!!
***
#ઓટલો #GujaratiCulture #VillageVibes #DilawarsinhWrites #OtlaNiVato #GujaratiBlog #GramyaSanskruti #ChoranoOtlo