આદિપુરુષ – રામાયણ કે વિડિયોગેમ? એક ઝીણકી ટીકા અને મનની મનમાની

0

મનની મનમાની કે ટીઝરની તકલીફ?

મોટા મનની મનમાની કરવાની છે કે મનમાનીના ગેરફાયદા લખવાના છે? ચોખ પાડ્યા વિનાના ના મુદ્દાઓ શું ઠબકારો તમેય-તે..!! કે પછી નવરાત ના મોડે સુધી રમી રમી ને સવારમાં વણ ઉડેલી ઊંઘ માં જ આ ટોપિક રમતો મૂકી દીધો..!

મોટા આજ મનની મનમાની કરી જ લઉ, આમતો આપણે બોલિવુડિયા-ઢોલિવુડિયા-ટોલીવુડિયા કે હોલિવુડિયા નથી.. પણ નજર તો રાખું છું હો..! આમતો રસિયો છું ફિલ્મો કે સારી સ્ટોરીઓનો પણ બહુ ધ્યાનપૂર્વક કે ખાસ ઝીણવટભર્યું વલણ રાખતો નથી.

આદિપુરુષ ટીઝર: આશા હતી ભક્તિની, આવી વી.એફ.એક્સની પપ્પીશ


તોય મોટા, આજ એક ફિલ્મ આદિપુરુષનું ટીઝર જોયું..! તમે જોયું કોઈએ? ભયંકર છે એલા..!! રામાયણ બનાવી કે થઈ ગઈ કે થશે..? પ્રભાસની બાહુબલીની અપાર સફળતાથી આદિપુરુષમાં રામ ના પાત્ર માં છે..! ઓલ્યા કાર્ટૂન ગ્રાફિક્સ જેવી બોડી ધરાવતા રામ જોઈને એકચોટ તો ચોટ થાય હો એલા..! ટીઝર શરૂ થતાવેંત આ રામનું પાત્ર પાણીની અંદર ધ્યાન કરતા હોય.. ને ચામાચીડિયા જેવા વિચિત્ર જીવોને તિરો વડે વીંધીને ઠેકડા મારતા રામને જોઈને મને તો કોઈ વિડીયોગેઇમ નું કોઈ કેરેક્ટર યાદ આવી ગયું.. વળી રાવણ.. ઓહોહો..

રામ, રાવણ અને હનુમાન: સંસ્કૃતિના પાત્ર કે ફિલ્મી ફ્લૉપ?


એલા રાવણ તો ત્રિપુંડધારી અલૌઉદિન ખીલજી જ જોઈ લ્યો.. રાવણ ના વસ્ત્રો જોઈને એમ થાય કે એના કરતાં તો ઓલ્યા ગામોગામ સ્ટેજ શો કરતા રામાં મંડળ ના વેહ સારા હોય.. અને હનુમાન તો શું બનાવ્યા છે..! હનુમાનજીની દાઢી જોઈને એમ થાય કે આ તો 'મુસલમાન' છે.. રામ જાણે આ કેવી રામાયણ છે.. વી.એફ.એક્સ ના નામે બોવ મોટો મજાક છે..

એક સીન માં રામજી ધનુષની પ્રત્યન્ચા તાણે છે, પણ ધનુષની બંને કમાન છેડા જરીકેય વળતા નથી..! વિચિત્ર પ્રકારનું તો ધનુષ છે એલા..! ને એલા લખમણ તો.. હરિ હરિ.. દાઢી વધારેલી ને.. એવો વિચિત્ર દેખાવ કર્યો છે..!

વેશભૂષા કે વાંધો – ધનુષના સૂરમાથી લઈને દાઢીધારી લક્ષમણ સુધી


વેશભૂષામાં થાપ ખાઈ ગયા ને કા તો આપણને ખવડાવે છે. હવે તો જો કે સમાચારો માં પણ વિરોધ ની બાબત આવજ ગઈ છે..!! કાલ રાતનું આ લખવાનું શરૂ કર્યું હતું ને.. અટાણે નોમની નવરાતમાં અસ્તુ કરું છું..! આમ તો મોટા આપણે આવા રીવ્યુ ટાઈપ લખાણોના રસિક નથી પણ.. કાલ ખબર નહિ શુ ઊપડ્યું, તે આવું લખ્યું..! વળી તમે ય મનની મનમાની કરવાની કીધી ને એટલે મોટા કે ને અમે નો માનવી એ હો નહિ શકતા..! 

દશેરા, પ્રચંડ અને સાંસ્કૃતિક પ્રતિબદ્ધતા


તોય મોટા, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે સનાતન સંસ્કૃતિને રીઝવવા વળી તો રહ્યું પણ છે, પણ પેલા કોઇ દી કર્યું નથી, એટલે હજી આવડત અધૂરી છે. શીખી જશે ધીમે ધીમે..! 

મોટા, કાલ દશેરા છે, ને આપણા રાજનાથસિંહ મંત્રીએ ઓણ પ્રચંડ હેલિકોપ્ટર સેના ને સમર્પિત કર્યું છે ને ગઈ ફેરેની જેમ દશેરા નિમિત્તે પ્રચંડનું શસ્ત્રપુજન કરે તો તો ભારી મેળ આવશે એલા.. વામપંથ વાળા તો વાટકા ભરીને આંસુડાં પાડશે હો..! 

મનમાની જ કરવાની છે ને.. હજી..!

#આદિપુરુષ #GujaratiFilmReview #मनकीमनमानी #BollywoodVsCulture #DilaayariThoughts 
#RamayanOnScreen #SanatanSatire #HanumanToHollywood #VisualEffectOrBlunder
#PrchandOnDussehra

Post a Comment

0Comments
Post a Comment (0)