શરત વગર પ્રેમ: શું ખરેખર શક્ય છે શરતવિહોણું લાગણીઓનું સંબંધ?

0
શરત વગર પ્રેમ કરો.

પ્રેમ અને શરત: એક બીજાના વિરુદ્ધ કે પૂરક?


ઇ કેવી રીતે થાય મોટા? પ્રેમ કરીયે એટલે લગ્ન કરવા પડે અને લગ્ન તો છે જ શરતો ને આધીન. એક બીજાને આપેલા વચનો પણ એક શરત જ છે ને.. ઉર્દુમાં કહો તો શરત ને આપણી બોલી માં વચન..! વચન વિના કોઈ વ્યવહાર સંભવ નથી તો પ્રેમ કેવી રીતે?

મોટા, લાગે છે તમે પ્રેમના પૂજારી છો.. થોડાક દિ એ ને થોડાક દિ એ પ્રેમનો વિષય લઇ આવો છો ખરા. (ખોટું નો લગાડવું મોટેશ.. આતો જસ્ટ ઝીણકી મજાક..)

વધુ માસ અને ભક્તિમાં શરતના સાંસ્કૃતિક રંગ


મોટા, ઓણ અધિક માસ / પુરુષોત્તમ મહિનો નો આયવો.. અધિક માસનું માતમ (માહાત્મ્ય) બોવ હો મોટા.. જે બાયુને આંગણા વાળવામાં કેડય ને ગોઠણ દુખતા હોય ને ઈય તળાવની પાળે ઠેકડા મારી મારીને જય પુરુષોત્તમ જય પુરુષોત્તમ કરે હો.. વળી પાછી ગાય..
આંબુડું જાબુંડું કેરીને કોઠીમ્બડું 
રાય દામોદર નોતર્યા,
ગોરમાં ગણપતિ.. ઈશ્વરને ઘેર પાર્વતી..

ને એલા રમત્યું આદરે કાંઈ.. આપણે જોવી તો એમ થાય કે વાસીદુ કરવા ટાણે ટેકો લે ઇ આય વગર ટેકે ઠેકયું દીધે જાય..! ગોઠણમાં વા હોય ઇ બાયું ય રાંદલના લોટા તેડે તયે ઘોડો ખૂંદવા ને નામે ગામડાના ગાર ના મકાન ના તળિયામાં ઠેકડા મારી મારીને હાથવા (એક હાથ જેટલો) ખાડો કરી નાખતા..!

બીજી દિશા એ ગઈ ગાડી..

"શરત" – પ્રેરણા કે બંધન? એક તર્કસભર દૃષ્ટિ


તે મોટા, શરત વિના બધુંય ખોટું જ એલા..! એક રીતે કહીએ તો શરત છે તો સંસાર છે. ને પ્રેમની તો આપણે માંડવી જ નથી.. પ્રેમને તો આપણે પહેલા કેટલીય વાર વાખાણયો છે ને છેલ્લે તો પ્રેમને પ્રેમ ચોપડા પણ કર્યો.. પમ તોય તમેં એલા હરીફરીને પ્રેમ ને પકડી આવો છો..! શરત વિના આમ તો કાંઈ શક્ય નથી.. શરત એ પ્રેરણા છે. કોઈ કાર્ય કરવા આપણને શરત જ તો પ્રેરે છે.. અને સફળતા પણ અર્પે છે. આપણી સંસ્કૃતિમાં આજીવન ટકેલો વિવાહ પરિણય વેળાના લીધા-દીધા વચનો ને જ તો આધીન છે. જો કે આપણે તો વિવાહને 'સંસ્કાર' (સોળ માંથી એક) ગણીયે છીએ, અને કદાચ એટલે જ આજીવન વિવાહ ટકેલો રહે છે. છતાં વિવાહ વખતે સપ્તપદીના વચનો એ પ્રેમને પરિપૂર્ણ કરવાની શરત જ તો છે..!! એટલે મોટા શરત વગરનો પ્રેમ શક્ય છે?

બીજું મોટા શરત વિના કોઈ ખેલ પણ શક્ય નથી નકર ચેસ નો ઘોડો અઢી ડગલાં જ થોડો હાલે..?

હાલો લ્યો મોટા આટલું ઘણું.. બાકી તમે acp છો ક્યાંક માનહાનિનો ગુનો નોંધીને ગોંધી રાખો એના કરતાં આટલું ઘણું..

×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×*×

#શરતવગરપ્રેમ #GujaratiLoveThoughts #Dilaayari #GujaratiSatireBlog #પ્રેમનાવચન 
#GujaratiPhilosophy #AdhikMaasLove #GujaratiWriting #LoveWithLogic #GujaratiPremLekh

Post a Comment

0Comments
Post a Comment (0)