આગંતુક યોગી અને ત્રિકાળી બાવાની ધાર્મિક યાત્રા: ઉપાડા પરદેશી પ્રીતમની ગૂઢ કહાણી || પ્રીતમ પરદેશી - રાત બાકી છે || ભાગ ૬

0

આગંતુક યોગીનું અગમ્ય આગમન

#વાતનું_વતેસર
#pritampardeshi
     આગંતુક માનવાકૃતિએ સ્થિતિ સાંભળવા પોતાનો ડાબો પગ જમીન પર જોરથી પછાડી, હાથની હથેળીનો સાથળ પર થાપ કર્યો, જમણા હાથે ખંભે લટકાવેલ ઝોળીમાંથી નાનો ચણોઠી જેવડો ગાંગડો કાઢી કમંડલમાં નાખ્યો, પાણીમાં નાનોસો વિસ્ફોટ થયો, એ પાણી પેલા ધૂમ્રછાયા પર છાંટવા ઉગામ્યું. ખબર નહિ, એ પાણી કે વ્યક્તિત્વની શું અસર થયી કે તે ધૂમ્રછાયા ત્યાંજ થંભી ગયી અને એ આ યોગીનો આજ્ઞાંકિત થઈ ફરી એના એ જ પટારામાં સમાઈ ગયો.

અગમ્ય યોગીનો આગમન અને ચમત્કારિક સ્પર્શ

      બટુક મહારાજ અને ઉ.પ.પ્રીતમ(ઉઘાડપગો પરદેશી પ્રીતમ, જુના ભાગ વાંચજો હો, અખતરો આદર્યો છે..પબ્લિસિટી ય મારે જ કરવી જોહે ને..) તો આ ચમત્કારને નમસ્કાર કરી રહયા..! બંને જણા આ યોગીને સન્મુખ ગયા, યોગીનું મુખ જોતા જ બટુક મહારાજે દંડવત કર્યા, "ગુરુજી આપ ઇધર..?" પણ ઉ.પ.પ્રીતમ તો ઠેકડો મારી ને કે બાવા... ત્રિ...કાળી બા...વા... મારો ખજીનો.. પણ તત્કાળ વીતેલી આફત યાદ આવતા જ અવાજ માં સહેજ નરમાશ આવી.. અને ઇ ત્રિકાળી બાવાના મુખ પર ધૂમ્રછાયાને ફરી કેદ કરવા તાણેલ ભૃકુટીની હળવાશ સાથે સ્મિત ફરકી રહ્યું..! હવે ઉ.પ.પ્રીતમને આદર ની આડ માં આ ત્રિકાળી બાવાથીય ભય લાગવા લાગ્યો, ઓલ્યા ભયંકર ભૂતને હાચવી બેઠો હોય ઇ બાવો પોતે કેવડો ખતરનાખ હશે..! બાવાએ બંનેને પોતાની ધૂણી વાળા ખંડ માં બોલાવ્યા..!

બટુક મહારાજ અને ગુરુજીનું ગાંજો યજ્ઞ

     ધૂણી પાસે ત્રિશુલ ખોડેલું હતું, ત્રિકાળી બાવા એ ત્રિશુલ હટાવતા, ત્યાંથી પાણીની ધારા નીકળી, ત્યાં કમંડળ ખાલી કરી અને ઇ ધારામાં થી નવું પાણી ભરી લીધું. ઝોળીમાંથી ચૂંગી(નાની ચિલમ - જેમાં ધુમ્રપાન થાય) કાઢી, બાજુમાં પડેલી છાબની હેઠેથી ગાંજો કાઢ્યો, મસળી કરીને ચૂંગી ભરી, ધૂણી માંથી દેતવો (દેવતા/અંગારો) લઈ ચૂંગી ચેતાવી. ફેફસાં ના છેડા સુધી દમ ખેંચી ને અલખ.. આદેશ.. આદેશ.. અને પછી સંભળાય પણ ન સમજાય એવા કૈક નાદ સાથે હાથ વડે કોઈ મુદ્રા કરી જાણે ધૂમ્રની આહુતિઓ અર્પણ કરી હોય તેવો દેખાવ કર્યો..! અને ચૂંગી બટુક મહારાજ તરફ લંબાવી..! બટુકમહારાજે બંને હાથે લાંબા કરી માથે ચડાવી પછી ચૂંગી હાથમાં લઈ, કેડે લટકાવેલ સાફી આડી રાખી ને ગજા પ્રમાણે વિધિઓ અનુસરી, દમ ખેંચી ગુરુને પાછી આપી. ઉ.પ.પ્રીતમ તો બચાડો આ નવીન કાર્યક્રમ જોતો બેસી રહ્યો હતો…એને તો કયુંનો ઉપાડો હતો કે આ બાવા આ બધું પતાવે ને ઝટ હું મારો ખજીનો મેળવું ને મારી પ્રણેશ્વરી ચંદ્રપ્રિયા પાસે પહોંચી જાઉં.. પણ આ બાવા .. બાવા..!!

     ગાંજાનો કેફ પણ છતાં ય સ્થિર આંખો વડે ત્રિકાળીએ બટુક સામું જોયું. બટુક મહારાજ, "ગુરુજી તમે તો તપ કરને ગયે થે, અટાણે ઇધર ક્યાંથી, ને આ જગ્યા કિસકી? મેં તો કિતના વખતસે ઉપર ધ્યાન કર્યા હંમેરેકુ ય ઇ જગા કા નહિ માલુમ..!! વિશ્વામિત્રકો ધ્યાનભંગ કરનેકુ મેનકા આયી, ને મેરે કો યે ઉઘાડપગા..ક્યોં?"

પ્રીતમનું આંતરિક તોફાન અને દુવિચાર

    ત્રિકાળી : "તપસ્વી યા ધ્યાની કો ઇતના સારા સવાલ શોભનીય નહિ બચ્ચા.. અપને મનકો કાબુ કરો… બુદ્ધિ કો શિથિલ… ઉત્કંઠા કો યોગ્ય દિશા દો… બચ્ચા.

(ત્યાં ઓલ્યો ઉ.પ.પ્રીતમ મનમાં બબડયો, આ બાવાવ નો ચૂંગી વિલાસ પછી ભરતમિલાપ શરૂ થયો, મારો વારો કંયે આવશે..) / (ગાંજો વગેરે તપસ્વીઓને ધ્યાનભંગ થવાથી કે અન્ય વિચારોથી મુક્ત રહેવા ઘણો જ ઉપયોગી નીવડે છે તેથી તેઓ તેનું સેવન કરતા આવ્યા છે.)

ત્રિકાળી બાવાનું રહસ્યમય સ્વીકરણ

     એ જગા મેરા હી હૈ, હમ ઇધર હી તપ કરતા હૈ, તુમ પર ભી નજર રાખતા હૈ, તુમકો યોગમે આતી વિપતિઓ સે બચાતા હૈ. ને યે તો ભાનભૂલ્યા માનવી હૈ, ઇસકા સંપત્તિ હમને હી ગાયબ કિયા ને મેને હી ઇસકે મનમેં ઘૂસ કર યહાઁ કા માર્ગ દિખાયા હૈ..! ઇસકા પ્રારબ્ધ મેં ઇસકા દોષ દૂર કરનેકું ઔર હમારા સિદ્ધિ મેં વૃદ્ધિ હાટુ ઇસ્કો ઇધર લાયા..! લેકિન એ પગલાં મેરે સે ભી પહેલે ઇધર પોગી ગયા ને આગે તુમ જાનતા..!! અભી ઇસકો દો તીન રાત ઓર રોકકે રખતા.."

નવી દિશા તરફ પ્રસ્થાન

     ને ઉ.પ.પ્રીતમ તો આ બધું સાંભળી ને મનમાં ગડમથલ કરી રહ્યો કે આ બાવા દોષને નામે મારી હાર્યે હું કરશે..? મારા ઉપર કાંક વિદ્યાયું નહિ કરવાના હોય ને કે મંતર-તંતર કરીને કાંક જીવડું-બીવડું નહિ બનાવી દે ને.. એ પ્રિયા આ ભવમાં તને ફરી મળાશે કે નહીં? ભાગવાનો વિચાર આવ્યો.. બધી ગણતરી કરી લીધી પણ ઓલ્યો પટારો હાંભર્યો, બાવો છે કાંઈ નક્કી નહિ ભૂત વાંહે છોડી મુકશે તો ભાગવું કેનીપા? ને આ બટુક મહારાજ તો આનો જ ચેલકો નીકળ્યો..! ગોઠણ જેવડો છે, પણ છે જબરો .. એણે ઓલ્યું મુળિયું દિધુતું ઈય કાંઈ જેમતેમ થોડું હતું, ખજીના પાંહે લઇ તો આવ્યું પણ આ ત્રિકાળીએ ડાટેલું આપણને કેમ મળશે? ચેલો ગુરુને થોડો પુગે? આવા બધા વિચારો માં વ્યસ્ત ઉ.પ.પ્રીતમને ત્રિકાળીએ ઝોળીમાંથી નવાનકોર ચામડાના બૂટ દીધા.. "કિતના દિન ઉઘાડપગા રહેગા બચ્ચાં..?" તે ફરી થી ઉ.પ.પ્રીતમ હવે પ્રીતમપરદેશી બન્યો,અને બહાર સૂર્યની અંતિમ કિરણ ક્ષિતિજ હેઠળ ચાલી ગઈ અને રાત્રીએ પોતાની માયાનો વિસ્તાર કર્યો.. ટૂંકમાં રાત હજીય બાકી છે હો..!!

Read Full Story (Click Here)

***

#PritamParedeshi #Part6 #ત્રિકાળીતપોભૂમિ #પ્રીતમપરદેશી #DilawarsinhDiaries #GujaratiKatha #દિલથીદિલસુધી #BabaAndTheWanderer #AdhyatmikYatra 

Post a Comment

0Comments
Post a Comment (0)