ગરબા ઘોટાળો: નવરાત્રીનું રાજકીય સ્ટેજ અને YOYOસિંગનો તાળસાતાલ
“इस कहानी के सभी पात्र और घटनाए काल्पनिक है, इसका किसी भी व्यक्ति या घटना से कोई संबंध नहीं है। यदि किसी व्यक्ति से इसकी समानता होती है, तो उसे मात्र एक संयोग कहा जाएगा।”
TVમાં સમાચારની વચ્ચે જ બ્રેકીંગ ન્યુઝ આવ્યું અને અવાજ સંભળાયો,
"ભાઈઓ બહેનો.."
TV પર સમાચાર અને નવરાત્રીનું રાષ્ટ્રિય આમંત્રણ!
હું ને ગજો સડાપ દઈને બેઠા થઇ ગયા..! TVનું વોલ્યુમ તરત જ વધાર્યું,
"મારાં ગરવા ગુજરાતીઓ, નવરાત્રી આવી રહી છે.. બોલો આવી રહી છે કે નહીં?.. મિત્રો, હમણાં જ જે જી-20ની બેઠક યોજાણી હતી, જેમાં દેશ વિદેશોના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ આપણે ત્યાં આવ્યા હતા. આવ્યા હતા ને..? અમે તેમાં ભારતભૂમિનો એક પ્રસિદ્ધ ઉત્સવ એટલે નવરાત્રી વિશે પણ ચર્ચાઓ કરી હતી, મંત્રણાઓ કરી હતી. મેં એ લોકો ને જયારે જણાવ્યું કે, "અમારા ગુજરાતી ભાઈઓ આખી આખી રાત ગરબા રમીને સવારે પાછા કામ-ધંધે વણથાક્યા વળગી પડે, ત્યારે એ લોકો તો મોઢામાં આંગળા નાખી ગયા, ભાઈ બહેનો..! આ છે આપણી ગુજરાતી-પણાં ની તાકાત છે, બોલો છે કે નહીં? તો મિત્રો, આ નવરાત્રીમાં આ બધા રાષ્ટ્રપ્રમુખો આપણે ત્યાં ગરબે રમવા આવવાના છે.."
એટલામાં જ ગજાના ફોનની રિંગ વાગી, ગજાએ ફોનમાં વાત કરીને ફોન કાપ્યો, એના ચહેરાનો રંગ બદલાય ગયો'તો. "ભાઈ...... હમણાં જે સમાચાર જોયા, આપણને બેયને નોતરું છે ન્યાં.. પાસ નીય પીંજણ ગઈ, સીધી ગાડી તેડવા આવશે.."
“ગાડી આવશે” અને પેટમાં પડતી આંટી..!
અમે તો એલા સવારથી જ એકદમ ટીકડી-ટી તૈયાર થઈને બેસી ગયા, પણ કેમેય દી નો જાય, ઘડીક થાય ને ગજો ડેલીએ આંટો મારે કે ગાડી આવી કે આવશે, ઘડીક થાય ને હું ય રોડ માથે નજર્યું ઠેરવું કે ક્યાંય ધૂળની ડમરી ઉડાડતી મોટર્યું આવે..! આવડા મોટા મોટા માથાઓને મળવાનો મોકો મળવાનો હતો, તે સવારથી જ પેટમાં એક અલગ જ આંટી ઉપડતી'તી, એમાં ને એમાં કાંઈ ખાધું નહિ, સાંજ પડી ગઈ, ને પેટે પોકાર કર્યો કે આમાં કાંક નાખ નકર અણશક્તિથી આથમી જાઈશ..! વાત તો સાચી હતી, જમવા બેઠા જ હતા, બે-ચાર કોળિયા મોં મુક્યા - નો મુક્યા, પેટ સુધી પુગે ઇ પેલા તો બે લાલ બત્તીયું વાળી મોટર ડેલે ઉભી રહી. બે કાળી સફારી પેરેલા ઝાડવા જેવા જણ ઉતર્યા. અમે ફટાફટ હાથ મોઢું ધોઈને ગાડી માં બેસી ગયા. આજુ-બાજુ વાળા પાડોશીઓ ખુસર-પુંસર કરતા રહ્યા ને મોટર હાલી નીકળી દિલ્લી દરબાર...!!!
આ છે YOYOસિંગ અને બોડી બિલ્ડરનું તંત્રમંત્ર!
ગરબાની પુરેપુરી તૈયારીઓ થઇ ગઈ'તી. ઘણું જ મોટું મેદાન હતું, ચારેકોર ઝગ-મગ થાતી લાઈટુ લગાવી'તી. માટીથી બનેલી ઝુંપડીઓ, ને બારે બાયું દરણા દળતી હોય એવા ટેબ્લો ગોઠવાયેલા હતા, આગળ જ એક વિશાલ સ્ટેજ હતું, સ્ટેજ ઉપર શોભા કરવા કમળના ફૂલો નો શણગાર જોતા જ.. બોડી-બિલ્ડર રાહુલભાઈ બોલી ઉઠ્યા, "देखो, में प्रधान मंत्री जी से कहना चाहूंगा.... (થોડી વાર વિચાર્યા બાદ) यहाँ ये अपनी पार्टी का चिन्ह लगाकर अपना प्रचार कर रहे है, और में पूरे यकीन के सतह के सकता हूं, सरकारने पूरे सो करोड़ का घिट किया है, "गरबा घोटाला".. में चाहूंगा ये मुझसे बात करे..!! (અને ફરી કાંક વિચારો માં ખોવાઈ ગયા..) સ્ટેજ ઉપરથી એક મીઠો ને તીણો સુર રેલાણો.. કલાકારો તરફ બધાનું ધ્યાન ખેંચાયું અને હું ને ગજો પરસ્પર અસમંજસમાં બબડી રહ્યા.
"એલા, આ ઐશ્વર્યા મજમુદાર છે ને?"
ગજાએ હકારમાં ડોકું ધુણાવ્યું.
"તો આ ભેળો જણ કોણ છે?"
"કેમ ભૂલી ગયા? એતો યોયોસીંગ છે."
"એલા ઈ રયો ઈ ગરબા કેમ ગાશે?"
"તમારે શું પંચાત, એના સુરતાલ ઈ જાણે, તમે તો આ રાજનૈતિક તાલ જોયા કરો."
ને હું ને ગજો આગળ વધ્યા, ત્યાં તો મોટી કદ-કાઠીના બાઉન્સરો અમને બેયને ઘેરી વળ્યાં, "कौन हो भाई, इधर किधर?"
આ નવરાત્રી પછી પણ રાજકારણમાં ગરબો ચાલુ જ છે – Dilawarsinh સાથે મળીને આ હાસ્યયાત્રા શેયર કરો!
Click here to read || Part : 2
#GujaratiComedy #PoliticalSatire #FunnyBlogPost #DesiHumor #NavratriVibes #IndianPoliticsWithTwist #SatiricalStory #HumorWriting #BreakingNewsSpoof #YOYOsinghRocks