ગ્લોબલ ગરબા: જ્યારે વિશ્વના નેતાઓએ આપના મેદાનમાં ઘૂઘરા ગજાવ્યા!
“इस कहानी के सभी पात्र और घटनाए काल्पनिक है, इसका किसी भी व्यक्ति या घटना से कोई संबंध नहीं है। यदि किसी व्यक्ति से इसकी समानता होती है, तो उसे मात्र एक संयोग कहा जाएगा।”
સાહેબનું નોતરું અને ગજાનું ટંકારું
"ગજા, માર્યા હો, આપણી પાંહે નિમંત્રણનું કાગળ-બાગળ કાંઈ છે નહીં ને આને કે'શું કે , સ્વયં સાહેબે નોતર્યા છે, તો પેલા તો દાંત કાઢશે, ને પછી આપણા દાંત ખેંચી કાઢશે..!"
પણ આવી મનો-મથામણ વચ્ચે જ એક અવાજ આવ્યો, "अरे आपने इन्हे क्यों रोक रहे हो, ये तो Antonia Maino जी से मिलने आये है।"
"अरे संबित जी क्यों मजाक कर रहे है...?" બાઉન્સરોથી મુક્તિ મળતાં જ પાત્રા સાહેબ સાથે પંચાત શરુ થઇ.
"वैसे कौन कौन आये है?"
પણ એટલા માં સુપ્રિયાજી સામા મળતાં જ કુમ્ભ રાશિના બંને સંબિત અને સુપ્રિયા બાખડે ઈ પેલા જ મેં અને ગજા એ રણભૂમિ ત્યાગવાનો નિર્ણય કર્યો.
લાઈટુ-લાઈટમાં રાજકારણ
વિશાળ સુશોભિત મેદાન માં લબઝબિયા વાળી લાઈટુ નો પ્રચુર પ્રયોગ કર્યો હતો, સુરક્ષા એજન્સીઓ ડ્રોન મારફતે તમામ સુરક્ષાની ચોકસાઈ કરી રહી હતી. અમને ઓલ્યા બાઉસનરોએ ગળામાં પેરવાના પટ્ટીયું જેવા પરવાના આપ્યા'તા તે બેરોકટોક આમથી તેમ આંટા દીધે જાતા'તા..! એટલા માં સ્ટેજ ઉપરથી મ્યુઝિક સિસ્ટમ ગરજી ઉઠી, ગીત વાગ્યું, "में देश नही ज़ुकने दूंगा.." અને આપના પરમપૂજનીય પ્રાતઃસ્મરણીય સાહેબ ની એન્ટ્રી થઈ, સાથે હતા રાજનાથસિંહ..!
સાહેબ સ્ટેજ ઉપર સિધાવ્યા, પોડિયમ પર ગોઠવાઈને બોલ્યા, "મિત્રો, ગુજરાતીઓ નો મોટો તહેવાર એટલે નવરાત્રી, અને નવરાત્રી નિમિત્તે હું ગુજરાતી માં બોલીશ, આ ટાબરીયા ટ્રાન્સલેટરો તમે જે ભાષા માં સમજો એ ભાષામાં સમજાવી દેશે..! ભાઈઓ-બહેનો, મિત્રો અને પુત્ર-પૌત્રાદિ તથા સમસ્ત વૈશ્વિક પરિવારની અમારી જે અવધારણા છે તે અમે એક ને એક દિવસ જરૂર પુરી કરીશું. ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબામાં તમામનું હાર્દિક આયોજન છે. અને કોઈ બેસશે નહિ, બધા એ રમવાનું છે હો... એ હાલો..!" અને સ્ટેજ ઉપરથી ઐશ્વર્યાએ ગગન ગુંજવતા ગરબાનો પ્રારંભ કર્યો..!
"તમને શું લાગે છે, ફાલ્ગુનીબેન પાઠક પણ હોવા જોઈએ કે નહીં સ્ટેજ ઉપર..?"
"એલા ગજા, કાલ તો તું કહીશ કીર્તિદાનનેય લાવો.. આંયા આ વિદેશી ઓમેય ઠેકડા જ દેવાના છે.."
જોયદાદા અને દિશા ભ્રમ
અને ગરબા શરૂ થયા..! એક તાળી, અને સાહેબે પગની ઠેક સાથે ધૂળ ની ડમરીયું ઉડાડયું. એટલામાં જ એમની સાથે જોડાયા જગત જમાદાર જોય બાઇડેન. હવે ઉંમર ને એક આરે પૂગેલા જોય સાહેબ હાંફતા-હાંફતા ત્રણ ડગલાં ભર્યા'તા ત્યાં જ દિશા ભૂલી ગયા, હંધાય ડાબે ફરતા'તા જોયદાદા જમણે વળ્યાં. આપણા સાહેબ તો યોગ-જિમ કરીને સ્ફૂર્તિથી ભરપૂર ઘા એ ઘા એક ચક્કર લગાવી ને આગળ પુગ્યા ત્યાં જોયદાદા સામાં મળ્યા,
"આમ ઊંધા કા હાલો મિસ્ટર પ્રેસિડેન્ટ સાહેબ?"
"અમ્મ, હું ચેક કરતો તો, શી માસી ક્યાં છે?" (ટૂંકમાં સાચું કે ઈ બીજા.)
"એ ઈતો તૈયાર થાય છે.. ત્યાં સુધી ઓનીપા તમારા પરમમિત્ર નેતન્યાહુ છે એને મળો!"
"અમ્મ, એને ત્યાં તો બબાલ ચાલે છે એ અહીંયા શુ કરે છે.?"
"પૂછો, પૂછો.." ને આપણાં પરમ આદરણીય સાહેબ બે ઠેકમાં બસ્સો મીટર આગળ વધી ગયા..!
પુટીનજીની મિસાઇલ એન્ટ્રી
જોયદાદા ખાંસતા-હાંફતા દિશાહીન ભટકતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, વર્લ્ડ મીડિયા એક એમની જ તરફ એકીટસ તાકી રહ્યું હતું. બાજુમાંથી જ છકડી રમતા પ્રિયંવદા પુટીનજી બ્રહ્મોસની ગતિથી પસાર થઈ ગયા..! અને જોયદાદા ઈશાન કોણ માં જઇ રહ્યા હતા અને વાયવ્યકોણમાં વળી ગયા. અને સામે જ બેન્યામીન બે તાળીના તાલમાં ત્રણ તાળી લેતા આવતા હતા..! અને જોયદાદા ને જોતા જ ધોળી ને પાય-લાગુ કર્યું.
"અમ્મ, બબાલ કેવી ચાલે છે..?"
"ઓહ, ડોન્ટ વરી, તમારી કૃપાથી હંધુય કંટ્રોલમાં છે, ને થોડાક બાધણીયા બલૂંગ (ફાઇટર જેટ્સ) હજી મોકલી દેજો, ગાઝાગામ વિખી નાખવાનું થાય છે."
"Ok ok.." કહેતા જ જોયદાદા મુદ્દો ભૂલી ગયા, ઉપરથી પોતાના જ પગની આંટી આવી તે ભફ થઈ ગયા..! પણ મારા ને ગજાના નિરીક્ષણ સિવાય કોઈએ ભાળ્યું નહોતું..! પણ અમને શંકા હતી કે બાજુ માંથી સુપરસોનિક સ્પીડમાં પુટીનજી પસાર થયા હોય.
***
"મિત્રો, હવે તમારું કામ છે…"
તમે પણ વિચારો કે જો જોઈદાદા ખરેખર ગરબે આવે તો શું પહેરે...?
કોમેન્ટમાં લખો – "તમારા મનપસંદ નેતાને કઈ ગરબા સ્ટેપમાં જોવા માંગો છો?"
આ લેખ તમારા એ મિત્રો સાથે શેર કરો, જેમના માટે નવરાત્રી એ રાજકારણ છે અને રાજકારણ એ નાટક!
#ગરબાઘોટાળો #રાજકીયરંગબેરંગી #DilawarsinhWrites #ગુજરાતીવ્યંગ #NavratriSatire #ગ્લોબલગરબા #પુટીનગરબા #AntoniaMainoCameo #PoliticalSatire #WorldLeadersInGarba #FunnyBlogIndia #DesiSatire #NavratriHumor #GarbaMeetsPolitics #SatiricalWriting #HumorBlogging #BouncerBabaAndGarba #PutinAtDandiya
Click here to Read || Part : 3
***