ફૂલોનું જીવનચક્ર: જન્મથી મૃત્યુ સુધી સાથે
મોટાભાઈને ફૂલો ની વ્યથા દેખાઈ..
ને દિલાવરસિંહે વર્ણવી :-
ફૂલોનું જીવનચક્ર: જન્મથી મૃત્યુ સુધી સાથે
લે મોટા, ફૂલ શેના સાંભરે છે? દુકાન કયરી(કરી)? કે કોઈને દીધું હતું ફૂલ ને ઈણે(એણે) એડી હેઠે કયચરુ(કચર્યું).. સ્ત્રી-પુરુષની સમાનતા નો સવાલ મોટા અત્યારે જોર માં છે.. જો એણે ફૂલ કચર્યું હોય તો તમારે હવે ઝાડવું કચરવું પડે મોટા.. (આ લવલા-લવલી વચ્ચે પ્રકૃતિનું નુકસાન કા કરવું?) રેવા દેજો ઝાડવું નો કચરતા, ઝાડવાના થડે માથું ભટકાળીને સંતોષ માનજો. ફૂલ તો મોટા! માણસ ના જન્મ થી લઈને મૃત્યુ પર્યંત ભેગુને ભેગું હો.. ઇ બચારુ પરમારથ માં કાયમ કામ આવે..જન્મે તયી, પછી મંદિરે જતો થાય તયી, પછી પ્રેમના પ્રાંગણમાં હોય તયી, પછી રાણી રુઠ્ઠી હોય ને છુટ્ટી સાવેણીયુંથી બચવું હોય તયી, પછી ગઢપણ માં પરાણે ભગતી કરતા હોય તયી, ને છેલ્લે ઠાઠડી બંધાય તયી, ને પછી પધરાવવા હોય તયી... આ ફુલનેય પીડા કાંઈ ઓછી છે મોટા, બચારા માંડ માંડ ખીલ્યા હોય ત્યાં જ કોક તોડી લ્યે..
ફૂલ તોડીએ એના મર્મ સાથે સમજણ પણ હોવી જોઈએ..
ખરેખર ફૂલ ને ખીલતા થી લઈને કરમાતા સુધી માં નકરી વ્યથા જ વ્યથા છે.. કોઈ બિચારું પોતાની પ્રિયતમા ને પુષ્પગુચ્છ આપવા ગયું હોય ને, પછી કોક ફૂલડાં સાથે આખું ઘમલુ ઝીંકી દે એમાં કાંઈ ફૂલડાં નો વાંક? કોઈ ઘેલી બેઠી બેઠી ગુલાબની પાંખડીયો તોડતી પોતાનો પિયુ આવશે - નહીં આવે ને ગણતરી કરતી હોય, એમાં ઈ કુમળા ગુલાબ નો શું વાંક? પણ તોય મોટા, રીઝવવા થી માંડી ને રોવડાવ્યા સુધી ફૂલડાં ફોરમે છે..! ખરેખર, ફૂલડાં નો હોય તો સુગંધ કે સુંદરતા બેય ની ઉણપ વર્તાય હો..!
#વાતનું_વતેસર #ફૂલનીવ્યથા #મોટાભાઈનીવાત #GujaratiDiary #Dilayari

