"હું તો હંમેશા કહું છું – રૂગાના રોજિંદા રાગડા"

0

મોટભાઈ કહે હું તો કાયમ કહું છું..


મોટાભાઈની ધૂન અને રુગાની વાણીઓ


     "જો મોટા! રેવાનું તો મોજમાં જ ચાહે આફત હોય અગણિત." 

તમે તો હંમેશા કહો જ છો પણ આજ મારો ભેરુ રુગો ય કાંઈક કેય છે.. એનેય મોટા!તમારી જેમ કાયમ કે'વાની ટેવ હો.. હારું હોય - હાંહતું હોય ઇ રયો ઇ મોઢે જ ચોપડી દીયે.

રુગાનું આકૃતિ વર્ણન – ભગવાનનો વધારે માલ!

     એનું સાચુનામ તો રઘુરાયમલ, કદ-કાઠી માં પડછંદ મલ્લ જ જોઇયે લ્યો, પાછો ઊંચાઈ માં એને કોઈએ ટોયકો નહિ હોય તે સાડા છ ફૂટ ને પાર કરી ગયો, ગાંડી-ગર્યની કુંઢીયલ ભેંસ્યું જેવા એના ડોળા, પુળો પુળો નેણ,  લકકડખોદની ચાંચુડી જેવું એનું નાક, બગાસું ખાતો હોય ત્યારે ગિરનારમાં આવેલ મોટી ગુફાયું જેવડું ઇ મોઢું ખોલે.. કાન માં તો જાજો જશ ખાટયો હો એણે.. કદાચ ભગવાન નવરો હશે ને આને બનાવતા માલ જાજો બચી ગયો હશે તે અડારી(રકાબી) જેવડા જેવડા કાન ચોંટાળ્યા તા.. આવડું આભ જેવડું શરીર ને પાછો દુર્વાસા જેવો ક્રોધી હો મોટા..પણ જાતે બીકણો, કોઈ આંખ્યું દેખાડે તોય સંતાવા માંડે..!

તકિયા કલામ: "આપણે તો કાયમ કે'વી છી"

     ઓલ્યું લેખકો કે ને ઇમ આનેય "તકિયા કલામ" હતા, ("ઓશિકા" નાના પડે ને આવી મોટી કાયા ને) દરેક બાબતમાં કીધા કરે.."આપણે તો કાયમ કે'વી છી" (હું તો હંમેશા કહું છું એમ.. એલા આવી તળપદી કોઈને નો સમજાય તો પૂછી લેજો ઘડીએ ઘડીએ કાઉન્સ મારવામાં કંટાળો આવે છે.).

જમવાનું, લગ્ન, અને લાફા

     હું મારું સગપણ જોવા ગયો ને ત્યાં ભૂલથી એને ભેળો લેતો ગ્યો'તો, રૂપ રૂપના અંબાર સમી કન્યાએ ચા પાણી આપ્યા, ત્યાંતો આની લુલી(જીભ) ઉપડી, "આપણે તો કાયમ કે'વી છી, ચા-પાણી દીધા પણ નાસ્તો નો દે એવું બૈરું હું કામનું? ગુણ ખૂટે છે..!" કન્યાના ભાઈએ ધોકો તાણ્યો.. "કન્યા જોવા આવ્યા ભૂખ ભાંગવા..!!" ઉભી બજાર લીધી અમે હો.. 

રૂગાના રોજિંદા રાગડા

     એક દી હું રુગાના ઘર કનેથી નિહર્યો'તો, તે ઈતો હાવ નિમાણો થઈ ને બેઠો'તો, હું કહું, "કા એલા હું થિયું? કા હાવ આમ.." તે મને કે "હું ઢોર ચારવા ગયો તો ઓલ્યા હકાભાઈની વાડી પાંહે, હવે ઇ હકાભાઈએ માંડવી વાવેલ તે થોડાક ભર તાણી ઓળો કર્યો તો (અધૂરી ઉગેલ મગફળીને ફોતરાં સાથે શેકે એનું નામ પણ ઓળો), તે હુંય બેસી ગયો એ બધા હાર્યે ને સરખે થી માંડવી દાયબી ભાઈ આપણે તો.. તે હમણાં ઘરે આયવો તો ઘરનાં એ બનાવેલ જમવાનું ખાધું નહિ, એમને કારણ પૂછ્યું, મેં કીધું, તો એણે પેલા તો કીધું કે "રાંધેલ બગાયડયું મફત આવે છે," માથે બે સાવેણી ના ઘા ય કરી ગઈ, પાછી મને શું કે ખબર છે? "ઢોર ચારવા ગયા તા તે તમને ચરવા કોણે કીધું તું?, આંય મેં આટઆટલા પ્રેમથી બનાવેલ હવે કોણ ખાહે?" અંદર વેલણ લઈ ને જ બેઠી છે ને બારણું બારથી બંધ કરી દીધું મેં નકર આજ તો વાંહો કાબરો પાકો હતો.."આપણે તો કાયમ કે'વી છી આવા લગન ની લપ માં ઉતરાય જ નહીં."

આવાં પાત્રો વગર ગામ જીવતું નથી!

     આવા અમારે રુગાના કેટલાય ભયંકર કિસ્સા છે હો મોટા.. "આપણે તો કાયમ કે'વી જ છી".. આટલું ઘણું મોટા આજે.. હું હંમેશા કહું છું.

#વાતનું_વતેસર #હુંતોકાયમકહુંછું #ગામનાકિસ્સા #ભેરુભાઈનોવતેસર #GujaratiHumor 

Post a Comment

0Comments
Post a Comment (0)