“તું જ મારી” – શબ્દોનું ઓપરેશન કે લાગણીઓનો બ્લાસ્ટ?
મોટાભાઈ કહે, તું જ મારી વિષય પર કાંઈ કહો..
મનમોજી :-
પ્રેમમાં વ્યાકરણને શું અર્થે?
શુભ સવાર મોટા, સવારના પોરમાં જ લયખું તું, પણ જેસીબી હાર્યે કબડ્ડી રમતો'તો તે પોસ્ટ કરવાનું ભૂલી ગયો..
તે વિષય છે "તું જ મારી" હા, તું જ મારી .. હવે આમાં શું લખું? મારે લખવું હોય "શું" ને કીબોર્ડ ટાઈપ કરે છે "શુ" - જુત્તી.. ભારે મગજમારી છે એટલે કોઈએ જોડણી હાટુ કોણીયે ગોળ ચોંટાડવો નહિ.
તે મોટા તમે કીધું એટલે મેંય જિગર કયરી ઘરે, મારા પ્રિય અષ્ટપદ્મદલ કમળ કુમારી ને "તું જ મારી" કીધું.. ત્યાંતો જૂનું ને જાણીતું સાંબેલું માળીયે થી ઉતાર્યું.. તું જ મારી શબ્દોનું ઓપરેશન કરી ને વચ્ચે થી "જ" નોખો કાઢ્યો.. તું જ મારી એટલે વચ્ચે "જ" મુક્યો એનો મતલબ મારા સિવાય હજી કેટલીક છે તમારે? કહીને સાંબેલું ઉગામ્યું..
ગુસ્સે, ગઝલ અને ગજા – એક દિવસનું સાહિત્યિક ઝૂંબેશ
સવાર નું શિરામણ શેઢે જઇ ને કરવું પડ્યું હો મોટા..!! દહેક વાયગે પાછો ઘરે ગયો.. આ ફેરી વચમાંથી જ કાઢી ને "તું મારી" એટલું જ કીધું ત્યાં તો પાછું સળગ્યું.. "હું તમને મારું છું એમ, કરો કરો મને જ આરોપીના માંચડે મઢો, જયે જોવો તયેં મારી કોઈ કદર જ નહીં, તમને પુયછા વિના હું પાણી ય નથ પીતી.." ને એવેવડું કેટલુંય કહી દીધું.. માંડ માંડ મનામણાં કરી છટકી ને પુગ્યો ગજા પાંહે.. ગજા ને કઉ "મોટા એ તો આજ હરખો સલવાયડો, તને સાહિત્ય ફાવે તે કાંઈક "તું જ મારી" ની આગળ જોડી દે તો કાંઇક જ્વાળામુખી ટાઢો પાડું."
ઇ સાહિત્ય નો જીવડો તે એણે ભારી ભરખમ આયદરી..
"હું હોઉં જો કદાચ ભ્રમર તો ક્રીડા કરું તું પુષ્પ થા,
હું પ્યાસી ઘણો તું પ્યાસ થા તૃષ્ણા બધી મિટાવને,
તું જ મારી કાવ્ય પદની રસિકતા જાણું તને,
ના વ્યાકરણનો બોધ તો પણ શોધ હોએ તું જ મારી"
આવું લાબું લચક એણે શીખવાડ્યું હો.. પણ આપણે ઉપર થી ગયું.. માંડ માંડ ગોયખું, ને ઉપડ્યા ઘર ભણે.. ઘરે પુગતા પુગતા ઓલ્યુ ગોખ્યું તું એ હાવેય મૂળહોતુ ભુલાઈ ગયું ને આપણે તોય માંડી હો..
"હું હોય જો ભમરો અને તું કમળ નું કાદવ હશે..
"એ.. ના ના.."
"હું હોય જો ભમરો અને તું ખીલતું કમળ હશે,
મને લાયગી તરસ તું હાંડો કે ગાગર હશે,
ઓલીએ આગળ હાંભર્યું જ નહીં.. ઇ પેલા જ છુટ્ટો તાવીથો આયવો હો..
શુ મોટા, તમારે રવાડે કેવું કેવું કરવું પડે છે.. આતો ભાયગ હારા તે ટાણે ભાગી નીકળ્યો નકર તમારે દવાખાને ખબર્ય કાઢવા આવવું પડત..!!
***
#DilawarsinhDiaries #તુંજમારી #GujaratiBlog #પ્રેમપડછાયો #મનમોજીMozart #ગુજરાતીસાહિત્ય #લવલેટેર્સગઈરોગ #શબ્દનાસલાપા