તને ખોવાનો ડર – પ્રારંભિક ભાવના કે જીવનભરનું બોજ?
તને ખોવાનો ડર
રામ રામ મોટા.. હૈ મોટેશ, કાલ તમે તું જ મારી કીધું હતું ને તમારે રવાડે હુંય ચડ્યો ને હરખો હલવાણો'તો તે આજ એવું કાંઇ કરવું જ નથી, આજ મારી અંદરનો પ્રશ્નાર્થ ચિન્હ પાછો બેઠો થયો છે..
શું ડર એ લોભ છે કે આગમચેતી?
આપણી ગાડી કાયમ આડેપાટે જ વહી જાય હો.. વાત કરવાની હતી "તને ખોવાનો ડર".. મારે કાયમ એવું જ થાય, આવું કાંઈક વિષય વાળું ચિતરવાનું શરૂ કરું ને તયેં કેળું દોરતા દોરતા કારેલું દોરાઈ જાય ને પાછું ભૂંહવું પડે એલાવ..!!
નિર્ભયતા પ્રાપ્ત કરવા માટે શું જરુરી છે?
તે મોટા ડર એને હોય જેની પાંહે કાઈ ખોવા જેવું હોય.. દુનિયા માં સૌથી ડરવાલાયક માણહ કોણ? જેની પાસે કાંઈ ખોવાનું છે જ નહીં.. મને આજ હુધી નક્કી જ નો થયું મોટા હું ડરું છું કે નહીં.. ડરપોક અને કાયર એક જ કે જુદા? ખોવાનો ડર એને લોભ કે'વાય? કે આગમચેતી? ખોયા પછી પાછું પ્રાપ્તિની અવસ્થા આવે ખરી? કે પશ્ચાતાપની? અવસ્થાઓ શુ(આ કીબોર્ડ ગધનુ "શું ને શુ" જ ટાઈપ કરે છે) હોય છે? ડર, ભય, આ બધા જરૂરી છે કે નબળાઈ? ભયને સાવચેતી નું સોપાન કહી શકાય? તો પછી ડરના મના કેમ હૈ? આપણે નયાં નાનપણથી એમ જ કેમ કહે છે કે હુઈ જા નકર બાવો લઇ જાહે (જે તે જગ્યાએ જે તે કહે), આને ડર બાળપણમાં જ પાઈ દીધો.. આ ડર નો ઉકેલ શું? નિર્ભયતા ક્યારે આવે? કોઈના ઓશિયાળે સંરક્ષણ પ્રાપ્ત કરવું પડે કે સ્વયં નું આત્મબળ જ? નિર્ભિકતા થી સ્વચ્છંદતા આવે એવું બની શકે? કીધું'તું ને મોટા આપણી ગાડી અવળે પાટે જ ચડે..
લ્યો તયેં ઇતી શ્રી વાતનું વતેસર સંપૂર્ણમ...
ચોખા ના દાણા ચકલી ને નાખી દેજો, કળશ્યો તુલસીકયારે પધરાવજો..!! પાણી જ લોટા હોત નહિ..!!
***
#તનેખોવાનોડર #DilawarsinhWrites #GujaratiDiary #FearAndFreedom #મનમોજીનાવાક્યો #ભયનામર્મ #InnerVoice #SelfDiscovery