મોટાભાઈનો ગર્વ: "ગુજરાતી હોવાનો ગૌરવ"
મોટાભાઈ કહે, "ગુજરાતી હોવાનો ગર્વ મને.."
તો મનમોજી નો જવાબ :-
#વાતનું_વતેસર
લે મોટા, બીજી વાર, ઠીક હા, નર્મદ જયંતિ તમને અત્યારે હાંભરી.. હાંભરી તો ખરી.. આપણને ઈય યાદ નહોતું હો તોય ગુજરાતી પાકા..
પણ હું નોખો માણહ હો મોટા, મને ભાષા કરતાંય ભાષા ના લહેકા મા વધુ રસ.. આપણે ન્યા ઓમેય કે'વાય છે ને..
"બાર ગાઉ એ બોલી બદલે, તરુવર બદલે શાખા,
બુઢાપા માં કેશ બદલે લખણ નો બદલે લાખા"
ગુજરાતના વિસ્તારો અને બોલીબહોળા
તે મોટા મારાય લખણ બદલતા નથી.. ગુજરાતની ગુજરાતી.. લિપિ પણ છે.. કચ્છ થી માંડી ને ઠેઠ વલસાડ વ્યા જાવ ક્યાંય એકહરખી ગુજરાતી ભાળી? કચ્છ ની તો હાવેય નોખી કચ્છી બોલી, ભાવનગર જાવ તો ય જુદી "છ નો સ અને અમુકવાર સ નો ચ", આમ ઓતરી કોર્ય સાબરકાંઠા કે મેહોણા જાવ "નાનું-નેનું" થઈ જાય.. પાટણ-રાધનપુર જાવ સાવ અલગ લહેકો "ક નો ચ", દાહોદ-ગોધરા ય સાવ અલગ.. સુરત માં ત નો ટ થઈ જાય.. વલસાડ - થોડોક મરાઠી પ્રભાવ આવી જાય.. આમાં ભદ્ર ગુજરાતી છે જ ક્યાં મોટા? શિક્ષણ સિવાય.. તોય ગુજરાતી ઇ ગુજરાતી હો.. ખાણીપીણી થી માંડીને પેરવા સુધી.. ગુજરાત નો જોટો નો જડે મોટા..!! આદિ કવિ નરસિંહ થી માંડીને અદ્યતન ગુજરાતીની સેવા કરતા કવિઓ લેખકો ગુજરાતી ભાષાનું ગૌરવ છે.
પણ ગુજરાતી ઇ ગુજરાતી મોટા..!!
#ગુજરાતીગર્વ #મનમોજીવાતો #GujaratiLanguage #લહેકાનુંમજું #DilawarsinhDiaries #ગુજરાતીભાષા #GujaratiPride #ગુજરાતીબોલી
