"નામ અને કામ: એક અનંત સંવાદ"

0

એક દી વળી મોટાભાઈને શુ ઉપડી તે કહે "નામ એનો નાશ છે."




દિલાવરસિંહ :-

નામ નો નાશ કે નામનું પુનર્જન્મ?

આ કાંઈક જૂનું ને જાણીતું લાવ્યા હો,

નામ એનો નાશ છે એમને મોટા! તે હારું થિયું આજ તમે કીધું હો, તો જેનું નામ નો હોય એને નનામી કે'વાય કાં? તમે મોટા માણહ કેતા હયશો ઇ હાચુ જ હશે પણ જેણે જેવું કામ કયરું હોય તો એનું એવું નામ શાશ્વત નો રેય મોટા? નામ-ધારી નો નાશ થાય પણ નામ તો સળંગ રે ને? ખાલી નામ હોય એનો જ નાશ થાય મોટા કે બધાય નો? ઓલ્યા માભારતના હંધાય પાત્ર નામ/કામ - જોગ સૌ ને યાદ છે.. તો નામ નો તો નાશ નો થયો મોટા? નામ છે એનો નાશ છે પણ ઇ ફરી ફરી ને પાછું અવતરે તો છે હો.. આ અનંત પ્રક્રિયા છે, ઉગે - આથમે, પાછું ઉગે..!! અવિરત ચાલતું રે હો..! નાશ થાય ન્યા જ મોટું નિર્માણેય થાય હો.. સોમનાથ જ જોઈલયો, આક્રાંતાવે કેટલી વાર ધ્વસ્ત કર્યું? ભીમદેવ સોલંકી, જુનાણાં ના રા', છેલ્લે અહલ્યાબાઈ ને સરદાર આ બધા એ પાછું હતું એનથીયે મોટું નિર્માણ કયરું ને.. નામ છે એનો પૂર્ણ નાશ થાય જ એવું પૂરેપૂરી શક્યતા તો હું ભાળતો નથી મોટા..!! 

મોટું નામ, મોટું મન

મોટા મોટા નામધારી અલોપ થઇ ગયા છે આ પૃથ્વી માંથી.. પણ નામ નહીં..! કેમ કે નામ પાછું કામ થી જોડાયેલું છે. કામ ને આધારે નામ થાય, નામ ને આધારે કામ નથી થાતું. જેવા કર્મ એવી નામના.. ચોરી-ચકારી માં આવી ગયા હોય તો નામને બટ્ટો લાગી જ ગયો કહેવાય, પછી તો ખાખી હાથધોઈને વાંહે પડે ઈ જુદી.. ચોરી નો કરી હોય તોય એકવાર તો હાજર થાવું જ પડે. આમ તો જેનું મોટું નામ હોય, ને સામે નામ વટાવતા નો આવડે ઇય મોટો ડખો..! જેવડી મોટી નામના થાય એવડું મોટું મન પણ રાખવું પડે. નકર નામના ખરી, પણ લૂખી..! ઘણા નથી કેતાં હોતા, ફલાણાં નું નામ બહુ મોટું, પણ ખિસ્સા માં હાથ નાખતા નો આવડે..! એટલે નામના મળે તો પાછી એને જાળવતા પણ આવડવું જોઈએ ને..!

#નામઅનેકામ #GujaratiVichar #સમજદારીના_Sabka #GujaratiPhilosophy #DilayariVichar

Post a Comment

0Comments
Post a Comment (0)