"ગલગલિયાંગાથા: ભોળાનાથનું વરદાન અને ડાઘીયાની મોજ"

0

મોટભાઈ કહે, તારું નિર્દોષ હાસ્ય.




મનમોજી :-

મારુ હાસ્ય નિર્દોષ જ હોય હો વ્હાલા, એમાંય આજ તો શ્રાવણીયો સોમવાર.. તે મહાદેવે ય એક વાર મારી મજાક કરી'તી.. નિર્દોષ.. 

શ્રાવણનો સોમવાર અને શિવ મંદિરની દોડી


     હમણાં એક દી ડાઘીયાને શુ સૂઝ્યું તે મને કે હાલ મહાદેવે જાવું છે, હું આળસુ જીવ તે મેં પાડી ના, ને ઓલ્યું થયું ભૂરાયું ભાઈ.. હડી કાયઢી મારી કોર, આપણે જાણી ગયા આ બટકું ભરી લેહે, આપણેય દીધી દોટ હો.. આ ફેરે વાડિયું સોંપટ ન્હોતો ગયો, ગઈ ફેરે તેજાએ તગારું માર્યું તું, એનીય બીક હો મોટા, તે પાદર કોર્ય રમકાયવી.. 

     પાદરે અમારે મોટું શંકર નું મંદિર, આપણે તો સીધા શિવના શરણમાં હો.. ડાઘીયું વાંહોવાંહ.. મને કે "કાં? તારે નહોતું આવવું ને? કેમ મારી મોર્ય?".. આ ડાઘીએ તો તોબા કરાવી બાપા.. આ ડાઘીયાની બીકે તો અંદર થી આરત ઉપડી હો.. "ઓમ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ." ભાવવિભોર હું મહાદેવને સાષ્ટાંગ કર્યા.. 

ભોળા મહાદેવનું વરદાન: હાસ્યથી ભરેલી ભુલભલૈયી

      મહાદેવ ભોળા તે પ્રસન્ન થઈ ને કે માંગ માંગ, માંગે એ આપું.. "આપણને મગજમાં આ ડાઘીયો જ ઘુમતો તો તે બીજું કાંઈ સૂઝ્યુંય નહિ ને કીધું આ ડાઘીયો બોવ હેરાન કરે બાપા, એ મને હેરાન નો કરે એવું કાંઈક કરી દ્યો, તે શંકર દાદા કે "જા, રાજી રે, આ ડાઘીયો તને કરડશે નહિ એના દાંત તને બેસશે નહિ" ને અંતર્ધ્યાન થઈ ગયા.. 

     આપણે તો વટ મા આવી ગયા, સીધા બહાર હો, ડાઘીયા ને કહું, "હવે જોઉં તને બહુ કરડવાના બહાના કરે છો ને આવ હવે બેટા આજ તો જોઈ લઉં તારું પાણી.."

     ડાઘીયે ઠે ઠે ઠે કરતીક ઠેક મારી સીધી મારે ખંભે દાંત દીધા, પણ મહાદેવનું વરદાન તે એના દાંત બેસે નહિ પણ ગલગલીયા થાય.. આતો ઉલમાંથી ચુલ માં પડ્યા.. ભોળાનાથ નું વરદાન સાચું કરડે છે પણ દર્દ ને બદલે ગલગલીયા થાવા મંડ્યા, ડાઘીયા ને મોજ આવી ગઈ, આતો હું એનું પાણી માપવા ગયો તો એણે મારું માપી લીધું, આંખે આંસુડાં આવી ગયા એટલા ગલગલીયા કર્યા હો એણે..  

હાસ્યથી મરવાનું... પણ મીઠું મરવું!

     હવે પાછો ભાગવાનો વારો આવ્યો.. આતો હાસ્યથી મારી નાખશે ઈય પાછું નિર્દોષ.. ડાઘીયા ની બીક અણનમ ઉભીને ઉભી જ..

#નિર્દોષહાસ્ય #GujaratiHumor #ભોળાનાથનીમોજ #ShravanSpecial #હાસ્યલેખન

Post a Comment

0Comments
Post a Comment (0)