જેસીબીનું કામ બંધ અને ગામની હાલત
વળી એક દી મોટાભાઈ કહે, "ચાલ જગત રળિયાત કરીયે."
મનમોજી :-
તે હમણાં મોટા જેસીબી નું કામ બંધ છે, ઓલ્યા ગાંધારી ના ગામ માં ગુંડા આયવા છે ને તે શેર બજારેય પરમદી હારીએવી ટુયટી'તી, આપણું બીજું જેસીબી માંડ માંડ વેચાતું બચાયવું હો…!!
તે ઉદાસ મોઢે વાડીએ બેઠો'તો, એટલામાં ગારા માં ગાબડા કરતોક રુગો આયવો, મને કે, "આપણે તો કેવી જ છવી, આ મહેતુશ થાવું રેવા દે, શેર માંય ટુટો છવો ને લેખણ લેર માંય.."
"બેહ બેહ એલા, તને જાજો ટપ્પો પડે નહીં, આંય ક્યાંથી ગુડાણો ઇ કે'ને" મેં વાત કાયપી એની..
તે ઇ કે, "હાલો ક્યાંક રખડતા આવી ઓલ્યા મોટા એ રળિયાત કરવાનું કીધું છે તે."
વેમાનમાં સફર અને પાયલોટ સાથે મજેદાર કિસ્સા
તે ભાઈ આપણે તો ઓલ્યા અમિતાબેને ( સોરી બેન તમને પૂછ્યા વિના તમારું વેમાન ઉછીનું લીધું,) એક દી ખડખડ પાંચમ નું વેમાન ચગાયવું તું એમાં ટીકીટ લીધી, હું, રુગો ને ગજો.. હા ડાઘીયું ય હતું.. પણ વેમાન તો વેમાન હો મોટા, રુગો અમારે પેલવેલો બેઠો તો, તે સીધો ધોડીને પાયલોટ પાંહે,
એને કે "એલા સાચું કે જે છાંટો પાણી નાયખો નથી ને? હેમખેમ ઉતરવું ય છે હો વ્હાલા.." પાયલોટ મુરટ નો હતો હો, સારો એવો શ્લોક બોલીને કે બેહી જાની, કંઈ નહીં ઠવાનું, ટુ આરામઠી પોચી જહે.."
થોડીક વાર થઈ ને રુગો પાછો પાયલોટ પાંહે, "લાયસન છે એલા તારી પાંહે?" ઓલયે માંડ માંડ ક્રોધ કાબુ કયરો હો મોટા, તોય નાની એવી તો દીધી હો.."અલ્યા બેહી જાની, ટને કિઢું ટો ખરું"..
થોડીક વાર થઈ હયશે ને રુગો પાછો એને જઇ ને કે,"એલા હોરન વગાયડ તો જોઈ" પાયલોટે આ ફેરી બોચી ઝાયલી હો, બથ્થમ-બથ્થ આયવા હો મોટા...
વેમાન ચાર ગ્લોટિયા ખાઇને દરિયામાં.. પાયલોટ પાંહે તો ઓલી ઉડવા વાળી છતરી હતી તે ઇ તો ઉડી ગયો માલકાકડાવની સાઈડું કાપતો.. હું ગજો ને ડાઘીયું.. ઠાકર ઠાકર ઠાકર કરતાક ને સીધા પાણીમાં.. ઓલ્યા વેમાન વાળા બેને પેલા આજ કીધું તું, ક્રુઝની મજાય દેહુ, બેને હાવ હાચુ કીધું તું.. પછી તો મોટા મેય રુગાને પાંચ પાટા ને આંઠ અડબોથ દિધીયુ.. રળિયાત કરવા ગ્યાતા ને રોતા રોતા આયવા હો..!!
#GujaratiStories #DilawarsinhDiary #MannMojhi #VillageLife #FunnyTales #LifeDialogues #Raliyat
