ફરિયાદ શું છે અને કેમ છે જીવનમાં તે આવશ્યક?
મોટભાઈ કહે - ન કર ફરિયાદ તું જિંદગીને હાંક તું..
મનમોજી :-
ખોટી વાત મોટા, ફરિયાદ જરૂરી છે, વિરોધ જરૂરી છે, અસત ઉપર સત જરૂરી છે, જીવન તો આપણે નહીં હાંકવી તો એનીમેળે હાલયે રાખશે, પણ ફરિયાદ તો કરવી જરૂરી છે.. જીવનમાં આવેલ અડચણ આપણે સાંગોપાંગ પર કરી પણ એ ફરિયાદ દ્વારા તમે જણાવો તો બીજા કોઈને એવી અડચણ માં આપણું દ્રષ્ટાંત ઉપયોગી બને ને મોટા, ફરિયાદ વિના જીવન શક્ય છે ખરું? આતો તમે કેવી વાત કરી કે કોઈ તમને ગડદા-પાટે ધીબી નાખે ને તમે ઉભા થઇ કપડાં ખંખેરી આગળ વધી જાવ..!!
ફરિયાદ કરવી કેમ જરૂરી છે?
ઓલ્યો રોજ મારશે મોટા... હામી બે અડબોથની મુકો ને એટલે રોજનો કાર્યક્રમ બંધ થાય...!! આ ફરિયાદ..!! ઓલ્યા સાંઠી શરીર ના પોતળી વાળા ગાંધી એ ફરિયાદો કર્યા કયરી એમાં જ તો આજ આવડું ભારત થયું..!!જોકે બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશરો નબળા જ હતાને ઘણાય દેશોને સ્વતંત્ર કર્યાતા, એકે હમલો કર્યો ને બીજો યુએન માં જઇ ફરિયાદ કરી આવ્યો એમાં આજ એક મસમોટી જગ્યા ત્રિશંકુ ની જેમ ઝૂલે છે..મોટા..!!
ફરિયાદ અને સમાજમાં સત્ય અને ન્યાય
ફરિયાદ વિના સત્ય ઉજાગર થાય મોટા? આરોપ તો જરૂરી છે ને? કોઈ કોઈને ફરિયાદ નો કરે તો શું થાય? સામાજિક બન્ધનો તૂટવા લાગે, સૌ સૌ ની રીતે વર્તન કરે, જેને જે મન પડ્યું એ કરશે કેમકે ફરિયાદ તો થવાની નથી..!! શાંતિમય લોકો પોતાના જીવન ને માર ખાતા ખાતા હાંકયે રાખશે.. ને અસામાજિકોનું જોર વધશે..!!
એટલે મોટા ફરિયાદ જરૂરી છે.. ફરિયાદ વિના સંસાર સખણો હાલે જ નહીં મોટા..!! આ મેય વાતનું વતેસર કમ ફરિયાદ જ કરી છે મોટા..!!
#LifeLessons #ComplaintIsRight #SocialJustice #GujaratiQuotes #MannMojhi #DilawarsinhDiary #SpeakUp

