પ્રેમ છે કે કલ્પના? મઝા અને મનોમંથન વચ્ચેનું પહેલું પગથિયું

0

પહેલા પ્રેમની યાદો અને મોટાભાઈની વાત

મોટાભાઈને પહેલો પ્રેમ યાદ આવ્યો..

મનમોજી:-

ગુરૂમાતા કે ક્રશ? આજના યુવાનો

પહેલો પ્રેમ હાંભર્યો સે મોટાને આજ.. પણ મોટા, મને આજુ લગ કોઈ દી પ્રેમ જ નો થયો હો એલા, કોઈ ની હાર્યે નહિ હો.. માન, સમ્માન, એવું એવું ઘણું બધું થયું, પણ પ્રોપર પ્રેમ નહિ હો મોટા..!! આકર્ષણ તો અનેક થયા, પણ પ્રેમ એકેય નહિ.. ખબર્ય નહિ..!! પણ આપણે એમાંય રાજી સવી, આકર્ષણ ને કોઈ દી અભિવ્યક્તિ કયરી નથી, જોઈને જ રાજી રેતા.. ઓલ્યું નવું નવું કેને બધા "ક્રશ" એવું.. મારા હારા આજ તો શિક્ષિકા માથે ય ક્રશ નાખે છે.. હારા કાબાવે ગુરૂમાતા નો કોન્સેપ્ટ જ કાઢી નાયખો, માં કહેવાય ઇ.. 

શું આકર્ષણ પ્રેમનું પહેલું પગથિયું છે?

ઠેક, આડેપાટે ચડી ગયી આપણી ગાડી, તે પ્રેમ હોય શું? એમાં થાય શું? એનું ભવિષ્ય શું? લાગણી કેવી હોય? ફિલમું માં આવે એવું? ઓલ્યો હકલો ટ્રેન ના ડબ્બે હાથ કાઢી ને ઉભો હોય ને ઓલી ફરોક પકડી ને ધોડે એની પાંહે, પણ ન્યા બીજો દરવાજો એની સામે જ હતો.. એક ડબ્બા માં બે દરવાજા હોય.. આવો પ્રેમ હોય તો સારું થયું આપણને નથી થયો.... પ્રેમ ની પરિભાષા શું? વ્યાખ્યા? આકર્ષણ પ્રેમનું પહેલું પગથિયું કહી શકાય? મેં પ્રેમ વિશે વાંચ્યું ઘણું છે.. પ્રેમ નો અનુભવ હોય? પરિણામ શું? રાધા-કૃષ્ણ, સીતા-રામ, શિવ-સતી આ બધા ને પ્રેમી કહી શકાય? કે આધુનિક લેલા-મજનું, હિર-રાંજો? એમને પ્રેમ માં પ્રાપ્ત શું થયું? વિરહ-વિયોગ? 

પ્રેમ હકીકત માં હોય ખરો? કે લેખકો/કવિઓની ઉપજ છે? ગાંડપણ ને પ્રેમ કહેવાય? મેલે બાબુને થાના થાયા ટાઈપ..!! ઓલ્યા નસુ કાપી લ્યે એનેય પ્રેમ કહેવાય? 

***

#પ્રેમશૂન્યતા #પહેલોપ્રેમ #DilawarsinhDiaries #મનમોજી #પ્રેમકાવ્ય #સવાલોભરેલાંહૃદય #ક્રશવર્સેસપ્રેમ #GujaratiBlog

Post a Comment

0Comments
Post a Comment (0)