રાષ્ટ્રીય પર્વ પર જ જીવતું રાષ્ટ્રપ્રેમ
પંદરમી ઓગસ્ટ હતી એટલે મોટભાઈ કે "તિરંગો આપણી શાન."
મનમોજી :-
એ રામ રામ મોટા, જય હિંદ, જય ભારત,
તિરંગો – માત્ર પતંગ કે સાચી શાન?
"તિરંગો આપણી શાન" પણ મોટાભાઈ, મોટાભાગે તિરંગો આપણે ત્યાં 2 દી પૂરતો છવાય છે, એક તો આજ એટલે કે પંદરમી ઓગસ્ટ ને બીજી છવ્વીસમી જાન્યુઆરી, બાકીના દી તો કોણ તિરંગો ને કેવો તિરંગો..!!
આ તો અત્યારે રાષ્ટ્રવાદની લહર જાયમી છે તે ચારેકોર ભારત ભારત થાય છે બાકી પેલા મેં તો મોટા ક્યાંય રાષ્ટ્ર, તિરંગો, દેશભક્તિ આવું જાજુ જોગુ નહોતું હો.. ઓલ્યા દાઢીવાળા દાદા આયવા છે તેદુની દેશમાં એક નવીજ પહેલું ઉઠ્યા કરે છે હો.. સારી વાત છે, આપણેય રાષ્ટ્રવાદી છીએ હો.. રાષ્ટ્ર પરથમ..!!
સાચો રાષ્ટ્રવાદ – ઘરના કચરાથી લઈને નદીના પાણી સુધી
પણ આપણે ન્યા કઠણાઈ હું છે ખબર્ય? હેલ્મેટ પેરતા ભૂલી ગયા હોય ને તો આપણે એમ વિચારવી છવી(છીએ) કે "હાલ્યને મામા ઉભા હયશે તો સો રૂપિયા દઈ દેશું".. મારા ટ્રક/ટ્રેકટર કોઈ રોકે નહિ એટલે હું પોલીસ વાળાવ ને હપ્તા બાંધી આપું..!! અહીંયા ક્યાં કોઈ જોવે આ વેફર ખાધી છે તો ખાલી પેકેટ આયાં જ ફેંકી દઉં, બિલ્ડીંગ ના ખૂણા માં ક્યાંય કાંઈ લયખું નથી, કોઈ જોતું નથી લાયવ માવા/મસાલાની આયાં જ પિચકારી મારી દઉં, નદીયુ માં મારી મશીનોનો વેસ્ટજ જાવા દઉં મને કોણ રોકશે? સરકારી જમીન છે થોડોક શેઢો દાબી દઉં, જોવા આવશે ત્યારે જોયું જાશે, સોસાયટીની પાણી ની લાઇન અડધા ઇંચ ની છે મારી હું એક ઇંચની નખાવીશ મારે ત્યાં પાણી ચાલુ જ રહેવું જોઈએ.. મેઇન તો આવા બધા વિચાર જ નહિ આવે ને તેદી તિરંગાની હાચી શાન મારા મતે થાશે મોટા..!!
(મોટા એટલે ટૂંકારો નથી હો, મોટાભાઈને અમારે ન્યા મોટા કે, "કેમ છે મોટા? ક્યાં ગ્યાતા મોટા? એલા હું કરો મોટા.." એમ..)
#તિરંગોઆપણીશાન #GujaratiDiary #DilawarsinhWrites #DeshbhaktiBeyondDates #SatyaNaSamna #RashtravadWithResponsibility #SwachhBharatStartsWithUs

