એલા વાડીયે ઘણું કામ છે, પુગાતું નથી બધે..! મોટાભાઈ પૂછે છે જીવનનો આધાર, નાનાભાઈ કે છે યાત્રા..! યાત્રામાં બધુંય સમાવેશ થઇ જાય હો બાકી..! જીવન પણ એક યાત્રા જ છે ને.. કેટલા બધા પડાવ છે. જીવન નો આધાર યાત્રા પણ કહી શકાય. હમણાં થી એલા જબરી ધમાલ મચી છે, ઘડીકની વાર માં તો મોટરસાયકલ લઈને નીકળ્યા હોય એટલે 30-40 કિલોમીટર ક્યાં ઉથલો મારી જાય છે કઈ ખબર રે'તી નથી..!
યાત્રા શું છે? એક બિંદુથી બીજા બિંદુ સુધીની સફર.. પણ અનુભવનો ઢગલો..! ન જોયું, ન જાણ્યું, ન સાંભળ્યું, એવું એવું આ યાત્રામાં શીખવા મળે. માણહ જો જો આ મહાકુંભમાં ઉમડી પડે ઈ..! એય ને લાંબીલચક સેલ્ફી સ્ટિક લઈને 'હેલો ગાય્ઝ' વાળી પરજાતિ, ને રીલિયાની જમાત તો અટાણથી દેખા દેવા મંડી છે. આમ જેને ખરેખર યાત્રા કરવી છે ઈ મૂંજાશે.. હોટલુંના ભાવ રેકોર્ડ તોડવા છે. ધર્મશાળાયુ જામ, એલા ઓલા ખોખા ના ભાવ સાંભળ્યા, ખાલી સુવા જેટલી જગ્યા, બસમાં હોય એવા સ્લીપર.. કલાક ના ચારસો.. એલા આમ હોય કાંય? એમાં બેહવાની જગ્યા નથી, તોય કલાક ના ચારસો? ફાઈવસ્ટાર ડોમ બનાવ્યા છે.. એલા બચાડું મધ્યમ વર્ગનું માણહ ક્યાં જાય આમા.. યાત્રા ખરેખર શેના માટે હોય? કામની યાત્રા જુદી છે, પણ આ જે હું યાત્રાની વાત કરું છું એ હોય નિજાનંદ માટે. પોતાની ક્ષમતાઓ માપવા માટે ક્યારેક આ કમ્ફર્ટજોનની બહાર નીકળવું તો જોઈએ.
હવે થયું એવું છે કે જીવનનો આધાર યાત્રા માં કાંક વિચારવા રહ્યો કે સમય નું ભાન ન રહ્યું મને. ત્યાં આજ સવાર માં વળી મોટેશે કહી દીધું કે સમયનું પાલન કરો..! નથી થાતું મોટા, નથી પોગાતું બધે શરૂઆતમાં કીધું એમ..! ને હવે તો મારુ બટુ તણ ભેળું થયું, જીવનનો આધાર, યાત્રા અને સમયનું પાલન.. એકેય નથી લખવું હાલો સીતારામ..!